Blog

23 June 2018 Blog

વરસાદ નું શું લાગે છે?

સામન્ય રીતે ઋતુઓ નું નિર્માણ કરવા માં સૂર્ય દેવ નો અમુલ્ય ફાળો રહેતો હોય છે.

સૂર્ય દેવ દર મહિને આશરે 14 થી 16 તારીખ ની આસપાસ રાશિ બદલતા હોય છે અને આ પરિભ્રમણ થી ઋતુ માં બદલાવ (જેમ કે ઠંડી થી ગરમી કે પવન થી બફારો વગેરે…) આ તારીખ ની આસપાસ માં જોવા મળે છે,

તો કેટલાક કિસ્સાઓ માં મહિના ની 24 થી 26 તારીખ માં આ પ્રકાર નો બદલાવ અનુભવાય છે કારણ કે સૂર્ય દેવ 10° એ ઉચ્ચાન્શ ધરાવે છે.
તેથી 14 થી 16 માં 10 ઉમેરતા 24 થી 26 તારીખ માં ઉપર જણાવ્યા મુજબ ના અનુભવો થાય છે.

હવે આદ્રા એટલે ભીનાશ

સૂર્યનારાયણ દેવતા રાહુ ના આદ્રા નક્ષત્ર માં તા.22 જૂન 2018 ના રોજ 11:03 Am થી પ્રવેશ કરશે, જે 06 જુલાઈ 2018 સુધી રહે.

અહીં ચંદ્ર અને સૂર્ય બંને દ્વિસ્વભાવ રાશિ અને વાયુ તત્વ માં હોવાથી ગરમી ઘટે, પવન વધુ અને વરસાદ ઓછો રહે.

અહીં આદ્રા નક્ષત્ર વરસાદ લાવવા માટે સક્ષમ છે અને ઉપર દર્શાવ્યા મુજબના ગણિત અનુસાર 26 જૂન 2018 તારીખ આસપાસ સાધારણ વરસાદ થાય.
પણ આદ્રા માં તેના નામ મુજબ ભીનાશ ના ગુણ હોવાથી બફારો વધે અને વાયુ તત્વ વાદળ ને વિખેરી દે છે આમ વરસાદ ઓછો અને પવન વધુ થાય.

વળી અનાજ, કઠોળ મોંઘા થાય અને રોગ ચાળો વધે.

⛈ હવે, 06 જુલાઈ પછી સૂર્ય દેવ ગુરુ ના નક્ષત્ર માં પ્રવેશ કરે અને 16 જુલાઈ પછી સારો વરસાદ આપે.