Blog

17 October 2018 Blog

વિવાહ માં આવતી અડચણ નિવારવા

વિવાહ માં આવતી અડચણ નિવારવા,*

✅ *ઉપાય
કુંવારી કન્યા એ નવરાત્રી ની અગિયારસ ના દિવસે હળદળ યુક્ત પાણી થી(એક ડોલ પાણી માં આશરે 2 ચમચી જેટલી હળદળ અને ગંગા જળ ઉમેરી)સ્નાન કરી કાત્યાયની માતાજી ની પૂજા-જાપ/ આરતી કરવી
(मंत्र –
चन्द्र हास्सोज्ज्वलकरा शार्दुलवर वाहना ।
कात्यायनी शुभं दध्यादेवी दानव घातिनि |

અથવા

બીજ મંત્ર:
ૐ હ્રિમ્ કાત્યાયનૈ નમઃ

ચંદ્ર ને ઉજ્જવળ કરનારી, સિંહ પર સવાર, જેના એક હાથમાં તલવાર અને બીજા હાથ માં કમળ છે તેવી દેવી દાનવ નો નાશ કરનારી અને વિવાહ, શિક્ષણ માં સફળતા આપનારી અમારું કલ્યાણ કરો.)

કાત્યાયની માં પાસે મનોકામના પૂર્તિ નું વરદાન માંગવું.
અને પૂનમે ચંદ્ર દર્શન પણ કરવા.

જેથી જીવનસાથી મેળવવા માં આવતા વિઘ્ન નિવારી શકાશે.

*Ref.:-

*અગીયારમી પંક્તિ

*‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’

નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.